દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન, જરૂરી તૈયારીઓ અને સંબંધિત વિભાગોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા કક્ષાએ કાર્યક્રમો સુચારુ રીતે યોજાય અને વિવિધ સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓનું યોગ્ય સંકલન કરી સમયસર કામગીરી પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને જરૂરી માર્ગદર્શન અને સેવાઓ મળી રહે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
વીડિયો કોન્ફરન્સમ