સંત કૃપા ભવન, પડાવ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, 197 લાભાર્થીઓની OPD તપાસ
દાહોદ શહેરના સંત કૃપા ભવન, પડાવ ખાતે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી એક જ સ્થળે વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા કેમ્પમાં કુલ 197 લાભાર્થીઓની OPD તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 162 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 111 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જ્યારે નમો શ્રી અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ ત્રણ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીનની મદદથી કુલ 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગથી બચવા માટે રાખવાની સાવચેતી અં