લીમડીના મલવાસી ખાતે સેવા સેતુ અંતર્ગત પશુ સારવાર કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના મલવાસી ગામ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે પશુ સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પનો પ્રારંભ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પશુપાલકો માટે પશુ સારવાર કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન પશુપાલકોના પશુઓની આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર કરવામાં આવી હતી. સાથે જ પશુઓની તંદુરસ્તી જાળવવા અંગે પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેમના ગામમાં જ પશુ આરોગ્ય સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.