દાહોદ જિલ્લામાં તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ 21 ઓક્ટોબરે યોજાશે
દાહોદ જિલ્લામાં નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ઝડપી તથા અસરકારક નિરાકરણ માટે તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્ટોબર માસનો તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ 21 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાના વ્યક્તિગત તેમજ જાહેર પ્રશ્નોની લેખિત અરજી 10 ઓક્ટોબર 2026 સુધીમાં રજૂ કરી શકશે. અરજદારે અરજી સાથે પ્રશ્નને લગતા જરૂરી આધારરૂપ દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજીઓ સંબંધિત મામલતદાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે.
જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે પણ નાગરિકો નિયત સમયમર્યાદામાં અરજી રજૂ કરી શકશે. આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમ માટેની અરજી ઓનલાઈન પોર્ટલ મારફતે પણ કરી શકાશે.
તાલુકા સ્વાગત માટે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે, જ્યારે જિલ્લા સ્વાગત માટે અલગ ઓનલાઈન