બારડોલી: બારડોલીમાં ત્રીજા દિવસે પણ માત્ર લારી ગલ્લા દબાણ હટાવ કામગીરી ચાલુ રહી
Bardoli, Surat | Jan 22, 2026 બારડોલીના લીમડાચોક વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટમાં રોડ ઉપરજ અડિંગો જમાવી દબાણ કરતા ફેરિયાઓને નગર પાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. નગર પાલિકાની સુચનાને અવગણી બેરોકટોક શાકભાજી માર્કેટમાં રસ્તા ઉપર દબાણ કરી અવરોધ ઉભો કરતા ટોપલાવાળા અને લારીવાળા ફેરિયાઓની લારીઓ પાલિકાએ ત્રીજા દિવસે હટાવવાની કામગીરી ચાલુ રાખી ભરી હતી. એક સમયે ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ભારે તું તું મેં મેં પણ સર્જાઈ હતી.