બારડોલી: બારડોલી સુરતી જકાત નાકા નજીક પૂરઝડપે આવેલી કાર ડીવાઈડર પર ચઢી પલ્ટી, જાનહાનિ ટળી
Bardoli, Surat | Jan 19, 2026 બારડોલી સુરતી જકાત નાકા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધૂળિયા ચોકડી તરફથી પૂરઝડપે આવી રહેલી કિયા કાર નંબર GJ 19 BJ 4307 ના ચાલકે પેટ્રોલ પંપની નજીક અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચઢી ગઈ હતી અને બાદમાં રોડની વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવી રીતે પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત સમયે આસપાસ કોઈ અન્ય વાહન પસાર થતું ન હોવાથી મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. કાર પલ્ટી જતા હાઈવે પર થોડીવાર માટે ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા.