બારડોલી: બારડોલીમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે 3 અને 5 કિ.મી. મેરેથોનમાં 2000થી વધુ દોડવીરો જોડાયા
Bardoli, Surat | Jan 18, 2026 મેરેથોન દોડમાં બે અલગ અલગ કેટેગરીમાં 3 કિલોમીટર અને 5 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડનું પ્રસ્થાન મેજર સુરેન્દ્ર પુનિયા તેમજ ઉત્તર પ્રદેશના શાંતનુ ગુપ્તા દ્વારા ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મેજર સુરેન્દ્ર પુનિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશપ્રેમ જગાડવા માટે આવી મેરેથોન દોડનું આયોજન અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે.