બારડોલી: પાર્ટ ટાઈમ જોબ રીક્રુટમેન્ટમાં નાણાં રોકી તગડી કમાણીની લાલચ આપી બાબલાની મહિલા સાથે રૂ.૪.૨૮ લાખનો ઓનલાઈન ફ્રોડ થયો હતો.
Bardoli, Surat | Jan 17, 2026 બારડોલી તાલુકાના બાબલા ગામે નહેર ફળિયામાં રહેતી જેની વિજય શાહ નામની મહિલાને પાર્ટ ટાઈમ જોબ રીક્રુટમેન્ટમાં નાણાં રોકી તગડી કમાણી કરવાની લાલચ આપી હતી. અને વિવિધ તબક્કે જુદી જુદી રકમ મળી કુલ રૂ.૪.૨૮ લાખની રકમ ટ્રાન્સફર કરાવી ઓનલાઈન ફ્રોડ કરાયો હતો. મહિલા દ્વારા ઘટના અંગે બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ આપવામાં આવી હતી.