બારડોલી: બારડોલી મોતા ગામમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ શરૂ કરી
Bardoli, Surat | Jan 20, 2026 મોતા ગામમાં ડેટિંગ એપ્લિકેશન દ્વારા હનીટ્રેપ રચી નકલી પોલીસ બની યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગનો ભંડાફોડ થયો છે. બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીએ બે મહિલા સહિત 6થી વધુ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ ડેટિંગ એપ મારફતે યુવકોને ફસાવી મળવા બોલાવતા અને બાદમાં પોલીસ બની માર માર્યો તથા બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા માંગતા હતા. ફરિયાદ મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને દબોચી લીધા.