બારડોલી: સુરત જિલ્લા ભાજપમાં સંગઠન માળખા માં 'નો રિપીટ થીયરી' સાથે દિગ્ગજોની બાદબાકી જોવા મળી હતી. નવું માળખું જાહેર
Bardoli, Surat | Jan 27, 2026 આ નવા માળખામાં સૌથી વધુ ચર્ચા 'પત્તા કપાયા' ની અને 'નવા ચહેરાઓના ઉદય' ની જોવા મળી રહી છે. ગત ટર્મના તમામ મહામંત્રીઓને પડતા મૂકીને પક્ષે સંપૂર્ણપણે નવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. વિવાદાસ્પદ રહેલા માંડવી ના જગદીશ પારેખ, વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય રોહિત પટેલ અને કડોદરા ના અંકુર દેસાઈની વરણી કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈના નજીકના ગણાતા જીગર નાયકનું નામ યાદી માંથી કપાતા મોટી ચર્ચા જાગી હતી.