બારડોલી: બારડોલીની ખેલાડી મીનાક્ષી મિશ્રાની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટીમમાં પસંદગી
Bardoli, Surat | Jan 23, 2026 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત હેન્ડબોલ (બહેનો) ટીમની પસંદગી પ્રક્રિયા તાજેતરમાં એસ.ડી.જે. ઇન્ટરનેશનલ કોલેજ, પલસાણા ખાતે યોજાઈ હતી. જેમાં બારડોલીની પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ ની તેજસ્વી ખેલાડી કુ. મીનાક્ષી રામશંકરભાઇ મિશ્રા (ટી.વાય. બી.કોમ) ની પસંદગી કરવામાં આવી છે. મીનાક્ષી હવે રાજકોટ મુકામે યોજાનાર આગામી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે