બારડોલી: બારડોલી તાલુકાના બાબેન ગામે તસ્કરો દ્વારા બંધ ઘરોને નિશાન બનાવી ચોરીની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Bardoli, Surat | Jan 26, 2026 બાબેન ગામે આવેલ પ્રભુકૃપા એપાર્ટમેન્ટના પ્રથમ માળે આવેલા મકાન નં. 103માં રહેતું પરિવાર ખરવાસા ખાતે સગા-સંબંધીઓના ત્યાં રહેવા ગયેલ હોવાથી મકાન બંધ હતું. આ દરમિયાન રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં આવેલા કબાટમાંથી સોનાની ચેઇન, બે સોનાની વીંટી, ચાંદીનું લુસ, ચાંદીની સાંકળા, ચાંદીની ચેઇન, જુડો તેમજ રૂ. 80 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.