વર્ષ ૨૦૧૧માં બારડોલીની એક સોસાયટીમાં રહેતા અને મૂળ મહુવા તાલુકાના વકીલ કૃપાલ બિપિન પટેલે પોતાની સામે રહેતી ૧૯ વર્ષીય યુવતીને માતા બોલાવે છે તેમ કહી ઘરમાં બોલાવી બિભસ્ત શારીરિક છેડછાડ કરી હતી. યુવતીએ વિરોધ કરતાં આરોપીએ લોખંડના દસ્તા અને ધોકાથી માથામાં માર મારી ઇજા પહોંચાડી હતી. યુવતીની બુમાબુમથી પાડોશીઓ દોડી આવ્યા હતા. આ મામલે ગુન્હો નોંધતા ૧૪ વર્ષ ચાલેલી સુનાવણી બાદ પબ્લિક પ્રોસીક્યુટર વી.એલ. પરમાર તથા વકીલ કુંજ વકીલની દલીલો બાદ સજા ફટકારી