વલ્લભીપુર: નગરપાલિકામાં રચાશે નવો ઇતિહાસ પ્રથમ વાર પતિ-પત્ની બન્યા નગરપાલિકાના પ્રમુખ
આજે તારીખ 19/05/2026 ના રોજ આજે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સાથે ભાજપે સત્તાનો દોર સંભાળ્યો છે,વલ્લભીપુર નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે જ્યાં પતિ બાદ હવે પત્નીને પણ નગરપાલિકાના પ્રમુખ બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.વર્ષ 2025માં વિજયસિંહ ગોહિલ વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર આ જ પરિવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.