નવ નિયુક્ત રેવન્યુ તલાટીઓની ૨૧ દિવસીય તાલીમ પૂર્ણ
પ્રાંત અધિકારીશ્રી, દાહોદના માર્ગદર્શન , દેખરેખ હેઠળ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વર્ષ ૨૦૨૬-૨૭ માં નવ નિયુક્ત થયેલા રેવન્યુ તલાટીઓ માટે આયોજિત ૨૧ દિવસીય તાલીમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
તાલીમ દરમિયાન રેવન્યુ વિભાગને લગતા વિવિધ વિષયો, કામગીરી, કાયદાકીય જોગવાઈઓ, જમીન માપણી, આધુનિક ટેકનોલોજી તથા કચેરીય કામગીરી અંગે તલાટીશ્રીઓને સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવા માટે પ્રેક્ટિકલ , લેખન, જૂથ પ્રવૃત્તિઓ, નાટ્યીકરણ, સમૂહ ચર્ચા, વિવિધ વિષયો પરના ટાસ્ક, પ્રી-ટેસ્ટ, પોસ્ટ-ટેસ્ટ તથા પરીક્ષા જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
ઉપરાંત વિવિધ કચેરીઓની મુલાકાત કરાવી વાસ્તવિક કામગીરીનો તાદૃશ અનુભવ પણ આપવામાં આવ્યો હતો.
એસ.એલ.આર.શ્રીની સૂચના અનુસાર તાલીમ આપનાર વ્યાખ્યાતા શ્રી એમ.એ. સૈયદ, શ્રી કે.પી. સોલંકી, શ્રી ટી.પી. સુથાર, શ્રી આર.એ. જ�
Dohad, Dahod | Aug 22, 2026