દાહોદમાં નગરપાલિકાઓના વિકાસલક્ષી કામોની પ્રાદેશિક કક્ષાની સંકલન સમિતિની બેઠક યોજાઈ
દાહોદ સ્માર્ટ સિટી ઓફિસ ખાતે આવેલ આઈસીસીસી, સેવાસદન છાપરી ખાતે નગરપાલિકાઓના વિકાસલક્ષી કામોની સમીક્ષા તથા વિકાસલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાદેશિક કક્ષાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
વડોદરાના પ્રાદેશિક કમિશનર સી.એ. ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા તેમજ ડેપ્યુટી કલેક્ટર શૈલેષ કલસારિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર અને બોડેલી નગરપાલિકાઓના પ્રમુખો, ચીફ ઓફિસરો તથા સંબંધિત અધિકારીઓએ ભાગ લીધો હતો.
બેઠક દરમિયાન વિવિધ નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ નગરપાલિકાઓના વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નગરપાલિકા પ્રમ�
Dohad, Dahod | Aug 22, 2026