દાહોદ જિલ્લાના ઝાલોદ ITI ખાતે ફોર્ડ મોટર્સનું કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાયું
ઝાલોદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITI ખાતે તાલીમાર્થીઓ માટે રોજગારીની તકો ઉભી કરવાના હેતુથી કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફોર્ડ મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સાણંદ દ્વારા યોજાયેલા આ કેમ્પસ ઇન્ટરવ્યુમાં ITIના વિવિધ ટેકનિકલ કોર્સ પૂર્ણ કરેલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ફિટર, ઇલેક્ટ્રિશિયન, COPA અને ડ્રેસ મેકિંગ સહિતના વિવિધ કોર્સમાં તાલીમ પૂર્ણ કરનારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ કેમ્પસ ડ્રાઇવ અંતર્ગત ચાલુ વર્ષના તાલીમાર્થીઓ માટે એપ્રેન્ટિસશિપ તેમજ સીધી નોકરીની તકો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ITI ઝાલોદના ઓટોમોબાઇલ ગ્રુપ અને સંસ્થાના સક્રિય સહયોગથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તાલીમ મેળવનારા અનેક તાલીમાર્થીઓને રોજગારીની તકો મળી રહી છ�
Dohad, Dahod | Aug 22, 2026