દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે નાગલી પાકનો એક દિવસીય ફિલ્ડ ડે યોજાયો
દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે આવેલા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે નાગલી પાકને લઈને એક દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન નાગલી પાકની વૈજ્ઞાનિક ખેતી, પાકની વિવિધ જાતો, વાવેતર પદ્ધતિ, પાક સંરક્ષણ અને ઉત્પાદન વધારવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ નિષ્ણાતો દ્વારા નાગલી પાકમાં આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતોને વધુ સારું ઉત્પાદન અને આર્થિક લાભ મળી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
ફિલ્ડ ડે દરમિયાન ખેડૂતોને પ્રત્યક્ષ ખેતરની મુલાકાત કરાવી નાગલી પાક અંગેની વિવિધ બાબતો સમજાવવામાં આવી હતી. સાથે જ ખેડૂતોની ખેતી સંબંધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો સુધી નાગલી પાક અંગેની વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓ
Dohad, Dahod | Aug 22, 2026