દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે 2.63 લાખનો દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
રણધીકપુર પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, એક આરોપી પકડાયો.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડીયા ગામેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ છે. રણધીકપુર પોલીસે તળાવ ફળિયામાંથી કુલ રૂ. 2,63,256 નો દારૂ અને એક ઇકો ગાડી જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, ઇકો ગાડી (રજી.નંબર GJ 01 KX 3212) માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં પ્લાસ્ટિક, કાચના ક્વાર્ટર અને ટીન બિયરની કુલ 11 પેટીઓ તથા છૂટી બોટલો મળીને કુલ 837 બોટલો હતી. આ દારૂનો જથ્થો 229 લિટર અને 380 મિલીનો હતો, જેની કિંમત રૂ. 1,13,256 આંકવામાં આવી છે.
આ દારૂની હેરાફેરીમાં ખરવાણી, તા. ગોવિંદ ગુરુ લીમડીના દિનેશભાઈ પારસિંગભાઈ તાવિયાડ સંડોવાયેલા હતા, જેઓ પોતાની ઇકો ગાડીમાં દારૂ ભરીને લાવ્યા હતા. સુડીયા, તળાવ ફળિયાના �
Dohad, Dahod | Aug 22, 2026