દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
પ્રાંત અધિકારી, મામલતદાર તથા ફૂડ સેફ્ટી અધિકારી સહિતની ટીમો દ્વારા ઝાલોદ શહેરમાં વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય નાની-મોટી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જ્યાં ગેરરીતિ અથવા નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું, ત્યાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ શહેરમાં તંત્રની અચાનક ચેકિંગ કામગીરીને પગલે હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
Dohad, Dahod | Aug 22, 2026