દાહોદ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ
દાહોદ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન મુકેશભાઈ ડામોર તેમજ ADHO ડો. ગિરવર બારિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
બેઠકમાં દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ સરકારી દવાખાનાઓમાં દવાઓ અને જરૂરી તબીબી સાધનોની ઉપલબ્ધતા, આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મળી રહેલી આરોગ્ય સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા, સરકારી આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ અને સાધનો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જાહેર આરોગ્ય સમિતિના સભ્યો, જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિ�
Dohad, Dahod | Aug 22, 2026