આમ આદમી પાર્ટી ઝાલોદ વિધાનસભા દ્વારા બુથ સમિતિ અને સંગઠનને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિધાનસભા પ્રભારી અને ગત વિધાનસભાના ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાની ઉપસ્થિતિ રહી હતી.
બેઠકનું આયોજન તાલુકા પંચાયત સભ્ય આરતીબેન ડાંગી અને શુક્રમભાઈ ડાંગીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબંધિત વિસ્તારના વિવિધ બુથના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન બુથ સમિતિની કામગીરી, સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરો વચ્ચે સંકલન વધારવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુથ સ્તરે સંગઠનને વધુ સક્રિય બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.