ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાની આંતરિક સમિતિની બેઠક યોજાઈ
ભારતમાલા પરિયોજના અંતર્ગત નેશનલ હાઈવે-148એન દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના 14 ગામોમાંથી પસાર થઈ રહ્યો છે. આ પરિયોજનામાં જમીન સંપાદન દરમિયાન ખેડૂતો અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચાયેલી આંતરિક સમિતિની બેઠક કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠક દરમિયાન ભારતમાલા પરિયોજના અંતર્ગત જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓ, ખેડૂતો અને સ્થાનિકોની રજૂઆતો તેમજ સંબંધિત પ્રશ્નોના સમયસર અને અસરકારક નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓ દ્વારા પરિયોજનાની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે જરૂરી માહિતી રજૂ કરવામાં આવી હતી.
કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા ખેડૂતો અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનું સ્થળ પર તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન દ્વારા નિરાકરણ લાવવા અંગે જરૂરી �