ગરબાડામાં મોટી સંખ્યામાં લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની દાહોદ શાખાના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને રક્તદાન, ચક્ષુદાન અને અંગદાન અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અંગદાનનું મહત્વ, તેની પ્રક્રિયા અને માનવજીવનમાં તેના યોગદાન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આદિવાસી પરિવારના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. અંગદાન માત્ર એક સંકલ્પ નહીં, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં નવી આશા અને નવી જિંદગી આપવાનો માનવતાભર્યો પ્રયાસ છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સાથી કાર્યકર્તાઓ સનુભાઈ માવી અને ધનેશભાઈ બારીયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા