અંબાજી તરફ પગપાળા યાત્રા કરી રહેલા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુખસર પોલીસ અને જનરક્ષક 112ની ટીમ દ્વારા તકેદારીભરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુખસર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એમ. રાઠોડની સૂચના હેઠળ પોલીસ કર્મચારીઓ અને જનરક્ષક 112ની ટીમ દ્વારા પદયાત્રીઓના માતાજીના રથ તેમજ વાહનો પર રેડિયમ લગાવવામાં આવ્યું હતું.
રાત્રિના સમયે પદયાત્રીઓ અને તેમના રથ વાહનચાલકોને દૂરથી સરળતાથી દેખાય અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. રેડિયમના કારણે રથ અને વાહનોની દૃશ્યતા વધશે અને માર્ગ સલામતીમાં મદદ મળશે.
પોલીસ અને 112 ટીમની આ તકેદારીભરી કામગીરીથી અંબાજી તરફ પગપાળા જઈ રહેલા યાત્રિકોની સુરક્ષાને વધુ મજબૂતી મળવાની સાથે રાત્રિના સમયે માર્ગ અકસ્માતનું જોખમ ઘટાડવામાં પણ મદદ મળશે.