આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દાહોદ જિલ્લાના વિધાનસભા બેઠકો માટે સોશિયલ મીડિયા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.
જે મુજબ દાહોદ વિધાનસભા માટે લાલાભાઈ અમલીયાર, દેવગઢ બારિયા વિધાનસભા માટે શાહનવાઝ મન્સૂરી, ફતેપુરા વિધાનસભા માટે પંકજ કિશોરી, ગરબાડા વિધાનસભા માટે અર્જુન ભાભોર અને લીમખેડા વિધાનસભા માટે અર્ચિત બારીયાની સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી સંગઠનની કામગીરી, પક્ષની પ્રવૃત્તિઓ અને જનસંપર્કને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
નવનિયુક્ત સોશિયલ મીડિયા પ્રમુખોને પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.