દાહોદના આદિજાતિ ભવન ખાતે 'પોષણ ઉત્સવ ૨૦૨૬' અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે દાહોદ સ્થિત આદિજાતિ ભવન ખાતે જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન (THR), મિલેટ્સ તેમજ શ્રી અન્નનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી વિવિધ ૪૩ પ્રકારની અતિ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ દાહોદ જિલ્લા પંચાયતના ચેરમેન ડૉ. રોશનીબેનની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી સુધીર જોશી સહિત તમામ સીડીપીઓ (CDPO) તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન દેસાઈવાડ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પોષણ થીમ પર જાગૃતિ લક્ષી રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે આંગણવાડી�