અંજારની વન્ડર પબ્લિક સ્કૂલના છાત્રોને એરપોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓને એરપોર્ટની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાતનું આયોજન સુરભિ બત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટના ડાયરેક્ટર અંશુમન તિવારી દ્વારા વિદ્યાર્થીઓને એરપોર્ટ ઓથોરિટીની કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિમાનની ટિકિટબારી તથા ઓનલાઈન સુવિધાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.