લખપત: દરિયાઈ સીમા પર દેશભક્તિનો રંગ: લખપતના દુર્ગમ ભકલ બેટ પર BSF અને પશ્ચિમ કચ્છ પોલીસે લહેરાવ્યો તિરંગો
Lakhpat, Kutch | Aug 16, 2026 કચ્છ જિલ્લાના છેવાડાના સરહદી લખપત તાલુકામાં આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર સુરક્ષા જવાનોએ દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો છે. પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર પોલીસ તેમજ સીમા સુરક્ષા દળ (BSF)ના જવાનો દ્વારા સંયુક્ત રીતે નિર્જન અને વ્યુહાત્મક એવા ભકલ બેટ (ટાપુ) પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી.