શહેરા: શહેરાના ચારી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર
શહેરાના ચારી ગામમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે ૯૯૦ રૂપિયાની કિંમતની ૧૧ વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. આરોપી દિલીપભાઈ બારીયા હાલ ફરાર હોવાથી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.