લખપત: સરહદી લખપત પંથકમાં પીવાના પાણી અને એસટી બસની ભારે તંગી, ગ્રામજનોમાં રોષ
Lakhpat, Kutch | Oct 16, 2026 ગુજરાતના છેવાડે આવેલા સરહદી લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પીવાના પાણીની ભારે તંગી અને એસ.ટી. બસ સુવિધાના અભાવે સ્થાનિકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અંતરિયાળ ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી ન મળતાં મહિલાઓને દૂર-દૂર સુધી ભટકવાની ફરજ પડી રહી છે.