ભચાઉ: સામખિયાળીમાં યુવાનને માર મારી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ
Bhachau, Kutch | Nov 9, 2026 સામખિયાળીમાં સ્મશાન સામે આવેલા ગ્રીન વ્યૂ પાર્ક નજીક પાંચ શખ્સોએ એક યુવાનને લાકડાં વડે માર મારી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી.રાત્રે નાસ્તો કરવા ગયેલા યુવાન સાથે પૈસાની બાબતે બોલાચાલી થતાં પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં રૂ. 45 હજારનો મોબાઈલ અને ધંધાના રૂ. 5 હજાર રોકડ મળી કુલ રૂ. 50 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ અંગે સામખિયાળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.