ઉમરાળા: ગ્રામ પંચાયતનો પ્રેરણાદાયી નિર્ણય: મુખ્ય સેવિકાની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાહિત્ય અપાશે
આજે તારીખ 11 મે ના રોજ બપોરે 2 કલાકે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી બે મહિનામાં યોજાનારી મુખ્ય સેવિકાની પરીક્ષાના ઉમેદવારો માટે પંચાયત દ્વારા વિનામૂલ્યે પરીક્ષાલક્ષી સાહિત્ય આપવાનું આયોજન કરાયું છે