સિહોર: સિહોર તાલુકાના ટોડી ગામે સિંહનો આંતક. પશુપાલક ઉપર જીવલેણ હુમલો
બ્રેકિંગ... ભાવનગર જિલ્લામાં ફરી સિંહનો આતંક, પશુપાલક પર જીવલેણ હુમલા ની ઘટના સામે આવી છે સિહોર તાલુકાના ટોડી ગામ નજીક ગૌચરણમાં પશુ ચરાવી રહેલા પશુપાલક વિજયભાઈ બલિયા પર આજે સાંજના સમયે સિંહે અચાનક હુમલો કર્યો, સિંહે પહેલા દુધાળુ પશુ પર હુમલો કર્યો હતો બાદમાં પશુને બચાવવાનો પ્રયાસ દરમિયાન વિજયભાઈ બલિયા પર પણ સિંહ તૂટી પડ્યો હતો જેના કારણે તેમના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે