નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ (ઓટોનોમસ) માં સાહસિક શિબિર નું આયોજન કરવામાં આવ્યું
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના શારિરીક શિક્ષણ અને રમત-ગમત વિભાગ અને ગુજરાત સરકાર ના યુવક કલ્યાણ અને સાંસ્કૃતિક વિભાગ ના સહયોગ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમા સાહસિકતા ના ગુણ વિકસે તે માટે તા.17-22/08/2026 છ દિવસ માટે સાહસિક શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશભાઈ ડાભી ના માર્ગદર્શન હેઠળ અને તેમની સહાયથી સાહસિક શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર શિબિરનું સંચાલન અને પ્રકૃતિનું સંચાલન શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર, દાહોદ ના કન્વીનરશ્રી ઘનશ્યામસિંહ સોલંકી ની આગેવાની હેઠળ અને તેમની ટીમ જોન્સન ભાઈ, મનીષભાઈ, સંજય ભાઈ, કુત્બીભાઈ, ફરીદાબેન અને લોકેશભાઈ ના સહયોગથી કરવામાં આવેલ હતું. સાહસિક શિબિરમાં કોલેજના 41 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં વિધાર્થીઓને પ્રાથમ�
Dohad, Dahod | Aug 22, 2026