લીંબડી: લીંબડી શહેર માં હુતાસણી ના તમામ નિયત જાહેર સ્થળો એ પરંપરાગત રીતે ભવ્ય આનંદ ઉલ્લાસ સાથે હોલીકા દહન કાર્યકમો યોજાયા
લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હુતાસણી ના નિયત સ્થળોએ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકા દહન કાર્યકમો નુ આયોજન કરવામાં આવ્યું હતું. ભલગામડા ગામ તથા ઉમૈયા પાર્ક, બળેવિયા કોઠા, સરોવરિયા ચોક તથા હોસ્પિટલ રોડ રેલ્વે સ્ટેશન રોડ સહિત વગેરે સ્થળોએ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા તથા આગેવાનો અને નગરજનો ની ઉપસ્થિતિ રહ્યા હતા.