ગારિયાધાર: ગારીયાધાર શહેરમાં અકસ્માતની ઘટના બાદ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા
ગારીયાધાર શહેરમાં અકસ્માતની ઘટના બાદ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાતા વાહનચાલકોમાં ભારે હાલાકી જોવા મળી હતી. અકસ્માતને પગલે મુખ્ય માર્ગ પર અચાનક વાહનોની અવરજવર થંભી જતા રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માની ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતના કારણે રસ્તા પર વાહનો ઉભા રહેતા ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. જોકે, સદનસીબે અકસ્મ