સુરતના સચિન GIDC પોલીસે પ્રોહિબિશન અને જુગારના ત્રણ ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા કમલેશકુમાર ઉર્ફે કાલુ પટેલને ઝડપી પાડ્યો છે. આરોપી સચિન GIDC, પાંડેસરા અને ઉધના પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે.