Public App Logo
Profile Picture

prasarsandesh

@usr675222154
790Followers
0Following
સુરતમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ સાથે યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, જેના પગલે પોલીસે કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી. યુવા કોંગ્રેસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી.
રોંગ સાઈડમાં પુરઝડપે વાહન હંકારી સીન સપાટા કરતા શેખ વાઝીદ મુક્તાર
રહે. ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત નાને લાવી કાયદાનું ભાન કરાવતી ડિંડોલી પોલીસ
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 12 કોમર્સના 18 વર્ષીય વિદ્યાર્થીનું દુઃખદ અવસાન થયું છે. સવારે ઘરેથી નીકળ્યા બાદ પરિવારને વિદ્યાર્થી અંગે ચિંતા થતાં શોધખોળ હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
માન દરવાજા ખાજા નગરમાં SMCની વહેલી સવારની કાર્યવાહી

સવારે 6 વાગ્યે મંદિર હટાવાતા વિસ્તારમાં ચર્ચા

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદકી અને કચરાથી પરેશાની હતી

ગંદકીના સ્થળે રહેવાસીઓએ મંદિર બનાવ્યું હોવાનો દાવો

SMCની કાર્યવાહી બાદ સ્થાનિકોમાં નારાજગી?

મંદિર હટાવવાની કાર્યવાહી અંગે સ્થાનિકોમાં ચર્ચા
દેવઘરમાં ATM જ ઉખાડી લઈ ગયા ચોરો!

મળતી માહિતી મુજબ, ઝારખંડના દેવઘરના નંદન પહાડ વિસ્તારમાં ચોરોએ SBIનું ATM જ ઉખાડી લીધું હતું. આરોપીઓએ ગેસ કટરથી ATMને કાપી અલગ કર્યું અને તેને લગભગ 500 મીટર સુધી ઘસડી લઈ ગયા હતા. ત્યારબાદ ATMને કારમાં લાદીને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસ આરોપીઓ અને તેમની કારની શોધખોળ કરી રહી છે. ATMમાં કેટલી રોકડ રકમ હતી, તેની માહિતી હજુ સામે આવી નથી.
ઇચ્છાપોર પોલીસની PCR-74 ટીમે સમયસર પહોંચી પરિવાર સાથેના મનદુઃખને કારણે મુશ્કેલીમાં મુકાયેલી દીકરીને સમજાવી સુરક્ષિત રીતે નીચે લાવી હતી. ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.
સુરતના દિલ્હી ગેટ ઓવરબ્રિજ પર હાઇવોલ્ટેજ ડ્રામા! એક આધેડ એસટી બસની છત પર કૂદીને ચડી જતા લોકોમાં અફરાતફરી મચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આણંદમાં આંગડિયા પેઢીમાં ₹44.82 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. 10 રૂપિયાની નોટનો સિરિયલ નંબર બતાવી ગઠિયાઓએ વિશ્વાસ કેળવી લાખોની રકમ પડાવી લીધી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં SMCની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. ફેરિયાઓના વજન-કાંટા જપ્ત કરાયા હોવાના આક્ષેપ વચ્ચે દિવાળી ટાણે ગરીબ શ્રમજીવીઓ સામેની કાર્યવાહી અને મોટા વેપારીઓ સામેની કામગીરીને લઈને બેવડી નીતિના આક્ષેપો થઈ રહ્યા છે.
બુલંદશહેરના ખુર્જામાં પોલીસે OYO હોટેલમાં દરોડો પાડી ત્રણ યુગલોને કસ્ટડીમાં લીધા હોવાનો દાવો છે. શાળાએ જવાના બહાને ઘરેથી નીકળેલી વિદ્યાર્થિનીઓ હોટેલમાં પહોંચી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના સરદાર બ્રિજ પરથી યુવકે સાબરમતી નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી હતી. યુવકને બચાવવા સ્વિમર મશીનના ઓપરેટરો તાત્કાલિક દોડી આવ્યા અને યુવકનો જીવ બચાવ્યો હતો. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લાતુરમાં હોટેલમાં કાર ઘુસાડીને દાદાગીરીનો આરોપ!
નવા રેણાપુર નાકા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના
હોટેલ બે દિવસમાં બંધ કરવાની ધમકીનો આક્ષેપ
મહિલા ગ્રાહકો સાથે અભદ્ર વર્તન અને મારામારીનો આરોપ
હોટેલના સામાનમાં તોડફોડ કર્યાનો પણ આક્ષેપ
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં
આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી, પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે
સુરતના ભાઠા ખાડી રોડ પર SMCના દરોડામાં 1,576 વિદેશી દારૂની બોટલ સહિત રૂ.4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. બે વાહનો, ચાર મોબાઇલ અને રોકડ પણ કબજે કરવામાં આવી. સમગ્ર કાર્યવાહી PI બી.પી. દેસાઈની આગેવાની હેઠળ હાથ ધરાઈ.
ચાલતી બાઈક પર કૂતરાનો અચાનક હુમલો!
રસ્તા પર દોડી આવેલા કૂતરાએ બાઈક સવારને લીધો નિશાન
સમગ્ર ઘટના કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સદનસીબે મોટો અકસ્માત ટળ્યો
રખડતા શ્વાનના આતંકથી વાહનચાલકોમાં ભય
તંત્ર સામે રખડતા શ્વાનોના નિયંત્રણનો સવાલ
પુણા ખંડણી કેસમાં નાસતી ફરતી મહિલા આરોપી ઝડપાઈ

સાસણગીરમાંથી નયનાબેન બારૈયાની ધરપકડ

ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી

પુણા પોલીસની ટીમે લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડી

ખંડણીના ગુનામાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી
સુરતમાં મહાત્મા ગાંધીજી અંગે વાંધાજનક ટિપ્પણી અને હાવભાવ કરતી Instagram રીલ વાયરલ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે મહિલા સિમરન પટેલની અટકાયત કરી છે. અરજીના આધારે ગુનો નોંધાયા બાદ મહિલા સાયબર સેલમાં હાજર થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા બ્રિજ નીચેથી લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.
સ્નેહ ક્લિનિકમાં ડેન્ગ્યુ-મેલેરિયાની સારવાર દરમિયાન 12 વર્ષના બાળકનું મોત, રાત્રે ઇન્જેક્શન આપ્યા બાદ બાળક બેભાન થયાનો પરિવારનો દાવો, તબીબી બેદરકારીના આક્ષેપો વચ્ચે પરિવારજનો દ્વારા સમગ્ર ઘટનાની તપાસની માંગ.....
પાંડેસરા GIDCમાં એમ્બ્રોડરી કામદારોની હડતાલ

રવિવારની રજા મુદ્દે પાંડેસરા GIDC સ્થિત લક્ષ્મીપતિ યુનિટ-2માં અંદાજે 200 જેટલા કારીગરો દ્વારા હડતાલ

 કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
હડતાલને પગલે સ્થળ પર સ્થિતિને કાબૂમાં રાખવા

 પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

રવિવારની રજા સહિતના મુદ્દે કામદારો અને યુનિટ સંચાલન વચ્ચે મતભેદ હોવાની ચર્ચા.
સુરતના ભેસ્તાન પોલીસને સગીર બાળકીના અપહરણ કેસમાં સફળતા મળી છે. ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ભોગ બનનારને શોધી કાઢી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સીમાં મોડી રાત્રે શ્વાને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. શ્વાનના બચકાથી ગાર્ડની આંગળીમાં ઈજા થતાં સારવાર લેવી પડી હતી. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરતના સચિનમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ તપાસ ચાલી રહી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી, ભેસ્તાન આવાસમાંથી 0.454 કિલો ગાંજો ઝડપાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹37,350નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરત ઉધના કૈલાશ નગરમાં ચાંદીની ચેન સફાઈના બહાને ઠગાઈનો આક્ષેપ. બે ઈસમોને સ્થાનિકોએ ઝડપી લીધા બાદ માર માર્યો, મહિલાએ પણ ચપ્પલથી માર માર્યો. બાદમાં બંનેને પોલીસ હવાલે કરાયા.
સુરતના ઝાંપા બજારમાં ન્યૂ ઇન્ડિયા બેકરી નજીક જાહેરમાં મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ. સ્થાનિકોમાં ભયનો માહોલ, અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહીની માંગ.