આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. વર્ષોથી સત્તા પર પકડ જમાવી રાખનાર પક્ષોને પછાડીને પ્રથમવાર અપક્ષ ઉમેદવારોએ જવલંત વિજય મેળવ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળની પેનલે સ્પષ્ટ બહુમતી સાથે વલ્લભીપુર તાલુકા પંચાયત પર કબજો જમાવી દીધો છે.