ભચાઉ: પોલીસની માનવતાભરી દિવાળી: દિવ્યાંગો સાથે પર્વની ઉજવણી
Bhachau, Kutch | Nov 9, 2026 દિવાળીના પાવન પર્વે ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.ડી. ઝાલાએ દિવ્યાંગો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે દિવ્યાંગોને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ખુશીઓ વહેંચી હતી. પોલીસની આ માનવતાભરી પહેલથી દિવ્યાંગોના ચહેરા પર ખુશી છવાઈ હતી.