ઉમરાળા: ઉમરાળા ગામેથી ગુમ થયેલ મોબાઈલ ગણતરીના કલાકોમાં શોધી મૂળ માલિકને સોંપતી ઉમરાળા પોલીસ
આજે તારીખ 13 મે ના રોજ તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગત ઉમરાળા ગામમાંથી જયેશભાઈ હમીરભાઇ ડાભીનો ઇન્ટેલ કંપનીનો મોબાઈલ પડી ગયો હતો તેની ફરિયાદ ઉમરાળા પોલીસને કરતા , ઉમરાળા પોલીસના હે.કો.જી.એન. નાવડીયા અને વી. ટી. ગોહિલના ઓ એ તપાસ હાથ ધરી હતી , ટેકનિકલ અને હ્યુમન સોર્સ ની મદદથી ગણતરીના દિવસોમાં મોબાઈલ શોધી આપી મૂળ માલિકને પરત કરી તેરા તુજકો અર્પણનું સૂત્ર સાર્થક કર્યું હતું.