સિહોર: બુઢણા ખાતે સી.આર.પાટીલ (કેન્દ્રીય મંત્રીશ્રી) નાઓના અધ્યક્ષ સ્થાને સરોવરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
શિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયેલ મંજુલા સરોવરનું શ્રી સી.આર.પાટીલ . ( જલશક્તિ મંત્રીશ્રી, ભારત સરકાર) નાઓના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ તથા જલ વધામણા કાર્યક્રમ યોજાયેલ. જે કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવેલ કે, - ગિરગંગા પરિવાર ટ્રસ્ટ ૧,૧૧,૧૧૧ જળ સંચય પ્રોજેક્ટ કરનાર છે, જેના લીધે પાણીના તળ ઊંચા આવશે.