સુરતમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ સાથે યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, જેના પગલે પોલીસે કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી. યુવા કોંગ્રેસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી.