આણંદ શહેર: આણંદમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી: મંદિરોમાં ભક્તોની ભારે ભીડ
આણંદ શહેરમાં નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકોએ નવા વસ્ત્રો પહેરી મંદિરોમાં દર્શન કર્યા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં દરેક જગ્યાએ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.