દાહોદ જિલ્લામાં માછણ ડેમમાં 87.88% પાણીની આવક થઈ
ઉપરવાસમાં સારા વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 87.88% સુધી ભરાયો છે.
મળતી માહિતી અનુસાર માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.45 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 277 મીટર સુધી પહોંચી છે.વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે.
ડેમમાં પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ પાણીનો ઉપયોગ સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dohad, Dahod | Sep 5, 2026