દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૨૩ સપ્ટેમ્બરે આયુર્વેદ-હોમિયોપેથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે
દાહોદ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬:
આયુર્વેદના મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીની થીમ “Ayurveda for Healthier Tomorrow” (સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ) રાખવામાં આવી છે.
નિયામકશ્રી, આયુષ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી આયુર્વેદ-હોમિયોપેથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ તથા યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ રોગોનું નિદાન તથા જરૂરી સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ નિઃશુલ્ક RBS (રેન્ડમ બ્લડ સુગર) ત
Dohad, Dahod | Sep 21, 2026