૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે દાહોદમાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ
દાહોદ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬:
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પનું આયોજન તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંતકૃપા હોલ, પડાવ, દાહોદ ખાતે સવારે ૯:૦૦થી બપોરે ૨:૦૦ કલાક સુધી કરવામાં આવશે. કેમ્પમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા નાગરિકોને વિનામૂલ્યે નિદાન, સલાહ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેમ્પ દરમિયાન આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, દિનચર્યા, ઋતુચર્યા તેમજ રસોડા અને આંગણાની ઔષધિઓ અંગે માર્ગદર્શન આપતું પ્રદર્શન યોજાશે. જીવનશૈલીજન્ય રોગોનું નિદાન-સારવાર, આયુર્વેદ તથા હોમિયોપેથી �
Dohad, Dahod | Sep 21, 2026