દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામે આંગણવાડી કેન્દ્ર-૨ (ખજૂરિયા વેડ ફળિયા)નું લોકાર્પણ
0
દાહોદ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬:
ગરબાડા તાલુકાના આંબલી ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર-૨ (ખજૂરિયા વેડ ફળિયા)નું તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા સભ્યશ્રી શરદકુમાર પલાસ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તૃપ્તિબા રાઠોડ, મુખ્ય સેવિકાશ્રી કલાબેન રાઠોડ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ-બહેનો તથા વડીલો ઉપસ્થિત રહી નવા આંગણવાડી કેન્દ્રનું સ્વાગત કર્યું હતું.
નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણથી આંબલી-૨ (ખજૂરિયા વેડ ફળિયા)ના નાના ભૂલકાઓને આધુનિક અને સ્માર્ટ સુવિધાઓથી સજ્જ આંગણવાડી કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થશે.
આ કેન્દ્ર બાળકોના પોષણ, પ્રાથમિક શિક્ષણ તથા સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે. સાથે જ આંગણવાડી મારફતે બાળકો અને માતાઓને વિવિધ સ�
Dohad, Dahod | Sep 21, 2026