દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ખાતે "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬" અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
નિયામક, નાયબ નિયામક. તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને કચેરી પરિસરમાં શ્રમદાન કરી સઘન સાફ-સફાઈ હાથ ધરી હતી. આ ઉપરાંત:
રેકર્ડ વ્યવસ્થાપન: તમામ શાખાઓમાં જૂની ફાઈલોનું યોગ્ય વર્ગીકરણ અને દફતર બંધન (ફાઈલિંગ) કરવામાં આવ્યું.
વર્કસ્પેસ સફાઈ: કર્મચારીઓએ પોતપોતાની બેઠક/ટેબલની સાફ-સફાઈ કરી કચેરીને સુઘડ બનાવી.
વૃક્ષારોપણ: પર્યાવરણ જતન માટે કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
થીમેટિક રંગોળી: સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવવા "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬" થીમ પર કચેરીમાં આકર્ષક રંગોળી પૂરવામાં આવી.
આમ, સફાઈ, સૌંદર્યીકરણ અને વૃક્ષારોપણ સાથે કચેરી પરિવાર દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
Dohad, Dahod | Sep 21, 2026